Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેસર;ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રિય : શુક્રવારે દક્ષિણમાં એન્ટ્રી

અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ ઢુંકડું છે અને હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે.જેના કારણે આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન સક્રીય થઈ શકે છે અને 1લી જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

    હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું કે હવે ગુજરાતમાં  ગરમીમાં રાહત મળશે.આ  વર્ષે 1લી જૂને કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે બીજી બાજુ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. જેનાં કારણે દક્ષિણ ગુજરાતમાં 1લી જૂને વરસાદ એન્ટ્રી કરી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીનું વાતાવરણ છવાઇ ગયું છે અને ગરમીએ ભારે કહેર વર્તાવ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં આકરી ગરમી અને લૂનો સામનો કરી રહ્યાં છે.

 ગઇ કાલનાં રોજ સાગર કાંઠાનાં વિસ્તાર ગીર સોમનાથ ખાતે પણ જોવા મળી હતી.અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે જેને લઇને આગામી 2 દિવસોમાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

(8:36 pm IST)