Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વલસાડના પારડીના ધો.10નાં વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જતાં મોત, આત્મહત્યાની આશંકા!

વલસાડ: વલસાડ જિલ્લાના પારડીમાં ધોરણ 10નાં એક વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જતાં મોત થયું છે.આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ મેળવવા માટે શાળાએ જઈ રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડીમાં ધોરણ 10નાં એક વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જતાં મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

 આ અંગેની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડા ગામ નજીક ધોરણ 10ના વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જવાથી મોત થયું છે. મૃતક વિદ્યાર્થી ઉદવાડાની પી.જી. મિસ્ત્રી શાળાનો ધોરણ 10નો વિદ્યાર્થી હતો. જેનું આજે પરિણામ હતું. ત્યારે તેનું મોત થતાં પરિવારમાં શોકોનો માહોલ છવાય ગયો છે.

   સમગ્ર મામલે એવી ચર્ચા ચાલી રહી છે કે વિદ્યાર્થીને નાપાસ થવાનો ભય સતાવી રહ્યો હતો. જેને લઈને તેને ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો છે. પોલીસના કહેવા પ્રમાણે આ ઘટના ત્યારે બની કે તે જ્યારે તેના પરિવાર સાથે તે ટ્રેક ક્રોસ કરવા જતો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)
  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST