Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

દેશભરના કલેકટર - ડી.ડી.ઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સથી મોદીનો સંવાદ

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ કલેકટરો સાથે વિડીયો કોન્‍ફરન્‍સથી સંવાદ કર્યો તે વખતે મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી, તેમના અગ્રસચિવ એમ, કે દ્વારા અને સચિવ અશ્વિનકુમાર ગાંધીનગરથી તેમની સાથે જોડાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર, તા.૨૮: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજ સોમવારે અને મંગળવારે બે તબકકામાં સવારે ૯.૩૦થી બપોરે ૧૨.૩૦ સુધી ગુજરાતના બધા જીલ્લાઓમાં વીડિયો  કોન્‍ફરન્‍સ દ્વારા કેન્‍દ્રની ફલેગશિત યોજનાઓની પ્રગતિ સમીક્ષા કરી રહ્યા છે.

આ કાર્યક્રમ માટે તમામ જીલ્લામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકોને તથા ડીડીઓને જીલ્લાના વીડિયો કોન્‍ફરન્‍સ રૂમમાં તૈયાર રહેવાની સૂચના અપાઇ છે. વડાપ્રધાન મોદી રાજયના બે-ત્રણ જીલ્લામા અધિકારીઓ સાથે સંવાદ કરશે અને બાકીના જીલ્લા અધિકારીઓ માત્ર જોવાનું અને સાંભળવાનું કામ કરશે. વડા પ્રધાનના કાર્યાલય તરફથી એવી પણ સુચના અપાઇ છે કે, દરેક જીલ્લામાં ફલેગશિપ યોજનાઓના બે-ચાર લાભાર્થીઓને પણ હાજર રાખવા. વડા પ્રધાન એમની સાથે પણ સંવાદ કરવાના છે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની સ્‍વચ્‍છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, લાઇ વલીહુડ મિશન યોજના, દીનદયાળ કૌશલ્‍ય યોજના જેવી કેન્‍દ્રીય ફલેગશિપ યોજનામાં થઇ રહેલી પ્રગતિ આડે આવતી સમસ્‍યાઓ જાણવાના હેતુથી વડા પ્રધાન મોદી વીડિયો કોન્‍ફરન્‍સિંગ મારફતે સમીક્ષા બેઠક યોજાયેલ છે.

(11:39 am IST)