Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ગરમીનો પ્રકોપ : પારો વધી ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો

અમરેલી અને રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન : કાળઝાળ ગરમીની વચ્ચે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું : બપોરમાં રસ્તા સુમસામ દેખાયા : લોકો સાવચેત

અમદાવાદ, તા.૨૮: ગરમીનો પ્રકોપ અકબંધ રહ્યો છે. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર પહોંચ્યો હતો. જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ રાજકોટમાં થયો હતો. જ્યાં પારો ૪૩ સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ અમરેલીમાં પણ પારો ૪૩ રહ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ આવતીકાલે પારો ૪૩ની સપાટી ઉપર પહોંચી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યના ઘણા ભાગોમાં પારો વધીને ૪૩થી પણ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે.  હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પણ પારો વધી શકે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૨.૪

ડિસા............................................................. ૪૧.૮

ગાંધીનગર.................................................... ૪૨.૭

ઇડર............................................................. ૪૨.૬

વીવીનગર.................................................... ૪૦.૫

વડોદરા......................................................... ૪૧.૧

સુરત............................................................ ૩૪.૨

વલસાડ........................................................ ૩૩.૪

અમરેલી........................................................... ૪૩

ભાવનગર..................................................... ૩૯.૧

રાજકોટ............................................................ ૪૩

સુરેન્દ્રનગર.................................................... ૪૨.૭

ભુજ.................................................................. ૪૨

નલિયા.......................................................... ૩૫.૫

કંડલા એરપોર્ટ................................................ ૪૧.૬

કંડલા પોર્ટ..................................................... ૩૬.૭

મહુવા........................................................... ૩૬.૪

(9:01 pm IST)