Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

દહેજની માંગણી કરી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર વરસોલના સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહેમદાવાદ:તાલુકાના વરસોલાની પરિણીતાને દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યાની સાસરિયાં સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર ઈન્દિરાનગરીમાં રહેતા એમદમીયાં હસુમીયાં શેખની દીકરી રેશ્માબાનુના લગ્ન મહેમદાવાદ તાલુકાના વરસોલામાં રહેતા જાવેદખાન મહેબુબખાન પઠાણ સાથે થયા હતા.
લગ્નની શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ રહ્યું હતું. પરંતુ થોડાં સમયથી પતિ જાવેદ તથા સાસરીયાં ધંધો કરવા માટે પૈસા લાવી આપવાની માંગણી કરતા હતા. પરંતુ પીયરીયાની સ્થિતિ સારી ન હોઈ રેશ્માબેને પૈસા ના લાવી આપતા સાસરીયાઓએ મ્હેણાં ટોણાં મારી શારીરિક - માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેથી કંટાળેલ પરિણીતાએ પીયરની વાટ પકડ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે રેશ્માબેન એમદમીયાં શેખની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે જાવેદખાન મહેબુબખાન, મહેબુબખાન ઈસ્માઈલખાન, શરીફાબીબી મહેબુબખાન તથા અમીનખાન ઈસ્માઈલખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:26 pm IST)