Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

પાંચ વર્ષના હજ અરજદારો પૈકી ૬૫ થી ૬૯ ની ઉંમરના ૧૯૭ ને મંજુરી

અમદાવાદ તા.૨૮ : હજ માટે પાંચમી વખત અરજી કરનારા હજ યાત્રીઓ વેઇટીંગ લીસ્ટમાં છે તે મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વેઇટીંગ લીસ્ટમાનં આવતા ૬૫ થી ૬૯ ઉંમરના ૧૯૭ હજ યાત્રીઓનો કવોટા  મંજુર કરવામાં આવ્યો છે.  ત્યારે જરૂરી ડોકયુમેન્ટ હજ અરજદારોએ ૩૦ એપ્રીલ સુધીમાં જમાં કરાવી દેવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટના તા. ૧૩/૦૩/૨૦૧૮ના રીટ પીટીશન સીવીલ હેઠળ આપેલા કાયદાના અનુસંધાને  હજ કમિટી ઓફ ઈન્ડિયા , મુંબઇના તા. ૨૫/૨૦૧૮ના સરકયુલર થી જે હજ અરજદારોએ પાંચમી વખત અરજી કરી હતી. અને તેઓ વેટીંગ છે તે પૈકી સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર તા.૧૪/૧૧/૧૭ના રોજ ફકત ૬૫ થી ૬૯ વય ધરાવતા હોય (ઈન્ટરનેશનલ પાસપોર્ટ આધારે) તે પૈકી વેઇટીંગ લીસ્ટમાં આવતા ૧૯૭ હજ કમ્ટિી ઓફ ઈન્ડીયા, મુંબઇના સરકયુલરથી  વધારાના કવોટા સામે કન્ફર્મ કરવામાં આવ્યા છે.

 જે હજ અરજદારો કોઇપણ કારણસર હજમાં ઈચ્છુક ન હોય તો તેમણે નિયત નમુનાના કેન્સલ ફોર્મ ભરી તાત્કાલીક હજ હાઉસ કાલુપુર અમદાવાદ અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવા જેથી કરીને તેમના બાદના અરજદારોને તક મળી શકે છે. એમ ગુજરાત હજ સમીતીની યાદીમાં અધ્યક્ષ પ્રિ. મોહંમદઅલી કાદરી અને સચિવ આઇ.એમ.શેખે જણાવ્યું છે.

(12:42 pm IST)