Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બોટાદના ગઢડામાં નિરાધાર ભાઇ-બહેનને મકાન બનાવી આપતા ગરીબોના બેલી ખજુરભાઇ

લોકપ્રિય યુ-ટયુબર ખજુરભાઇના માનવતાના અનેક કિસ્‍સાઓ સોશ્‍યલ મીડિયામાં વાયરલ

બોટાદ: ગુજરાતમા આમ તો અનેક મોટા દાનવીરો છે, જે કરોડો રૂપિયાની મદદ હસતા હસતા કરી છે. જેઓ દાનની સરવાણી વહાવે ત્યારે પૈસા તરફ જોતા નથી. પરંતું છતા ખજૂરભાઈ આ સૌ દાનવીરોમાં સૌથી વધુ પોપ્યુલર છે. જેને ગુજરાતમાં ગરીબોના મસીહા કહેવાય છે. ખજૂરભાઈની માનવતાના કિસ્સા ગામેગામ વખાણાય છે. ગરીબોનું દર્દ સાંભળીને દોડી આવતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ હવે ગરીબોના મસીબા બની ગયા છે. ત્યારે આ મસીહા ફરી એકવાર નિરાધાર ભાઈ-બહેનની મદદે આવ્યા છે.

ખજૂરભાઈ બોટાદના ગઢડાના ભીમડાદ ગામે નિરાધાર ભાઈ બહેનની વહારે આવ્યા હતા. ભીમદાડ ગામે છેલ્લાં કેટલાય વર્ષોથી બંને ભાઈ બહેન કાચાં મકાનમાં રહે છે. બંને ભાઈ બહેન માનસિક બિમાર અને અશક્ત છે. ત્યારે ગામના યુવાનો દ્વારા વીડિયો બનાવી ખજુરભાઈ સુધી પહોંચાડવામાં આવ્યો હતો, ત્યારે ભાઈ-બહેનનું દર્દ જોઈને ખજુરભાઈ ભીમદાડ દોડી આવ્યા હતા. તેઓએ બંને ભાઈ બહેનને નવું મકાન બનાવી આપવાની ખાતરી આપી છે. તેમજ હાલ નવું મકાન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

ખજુરભાઈ ભીમડાદ આવ્યાં છે તે સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાલ જૂનું ઝૂપડું તોડીને નવું મકાન બનાવવાન કામગીરી શરૂ કરવામાં આવી છે. જીબીસી બોલાવી કાચું મકાન જમીન દોસ્ત કરી દેવાયું છે, અને જલ્દી જ નવુ મકાન બનાવવાની કામગીરી થશે. આમ, ખજૂરભાઈને કારણે ભાઈ-બહેનને નવું મકાન મળશે.

ઉલ્લેખનીય છે કે, ખજૂરભાઈની માનવતાના અનેક કિસ્સાઓ છે. ગરીબોનું દર્દ સાંભળીને ખજૂરભાઈ દોડી આવે છે.

(5:59 pm IST)