Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

એક મજુર પરિવારને પીઆઇ અતુલ સોનારાએ કહ્યું કે તમારો પુત્ર નહિ મળે ત્‍યાં સુધી હું કે મારો સ્‍ટાફ અન્‍નનો દાણો મોઢામાં નહિ નાખીએ

ભિક્ષુકના પુત્રને એક કલાકમાં શોધી આપનાર સુરત રાંદેર પીઆઇ અને પીએસઆઇ બી.એમ.પરમારે :૨૧ લોકોની ટીમ એક શ્રમિકના બાળક માટે બનાવી : શોધીને નિરાંતનો શ્વાસ લીધો

રાજકોટ તા. ૨૮ :  રાજય પોલીસ તંત્ર પર સવાર થયેલ પનોતી જાણે વકરી બનીને મંડરાઇ રહી હોય તેમ ચૂંટણી સમયે જ એક પછી એક કારનામા ખુલતા સ્‍વાભાવિક રીતે ગાંધીનગર પરેશાન છે તેવા સમયે સુરતના રાંદેર પોલીસ મથકના પીઆઇ અતુલ સોનારા ટીમ દ્વારા ગુનેગારો, તસ્‍કરો વિરૂદ્ધ કડક પગલાંઓ સાથે ખાસ કરી જે માનવીય અભિગમ ધરાવતા કાર્યો દિવસેને દિવસે થઇ રહ્યાં છે, તેના કારણે હર્ષ સંઘવી પણ ખુશખુશાલ બની પોતાના ટ્‍વીટર પર પણ બિરદાવી પ્રોત્‍સાહિત કરી રહ્યા છે.

મૂળ મધ્‍ય પ્રદેશના એક મજુર પરિવારનો  પુત્ર ભીડ દરમિયાન ગૂમ થતાં ખૂબ શોધખોળ ભૂખ્‍યા તરસ્‍યા રહી રડતા રડતા કરી પણ કોઈ પરિણામ ન આવ્‍યું, કોઈએ તેમને રાંદેર પોલીસ મથકના પીઆઇ અતુલ સોનારાનો સંપર્ક કરવા સૂચવ્‍યું અને કહ્યું કે તે જરૂર મદદ કરશે. એ પરિવાર પણ આખરે પીઆઇ અતુલ સોનારા સુધી પહોંચ્‍યો, તુરંત અંદર બોલાવ્‍યા, શાંતિથી બેસાડી રડતા શાંત કરી આખી બાબત જાણી ખાત્રી આપી કે જયા સુધી બાળક નહિ મળે ત્‍યાં સુધી હું કે મારો સ્‍ટાફ ઘેર નહિ જાય . આવા કાર્યનો ખૂબ અનુભવ સ્‍ટાફને પણ હોવાથી ફટાફટ વિવિધ ટીમ બની અને તેની જવાબદારી પીએસઆઈ બી.એમ. પરમારને સુપ્રત ટીમને સુપ્રત કરી અને સીસીટીવી ચકાસી એ દિશામાં તપાસ કરી સાંજે ૪ સુધીમાં બાળક શોધી સુપ્રત કર્યું ૨૧ લોકોનો ટીમે ત્‍યારબાદ જ ભોજન લીધું, ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર વાંબાગ જમીર અને આ માનવીય કાર્યમાં સતત એક્‍ટિવ એડી.સીપી  કે.એન.ડામોર, ડીસીપી આર પી.બારોટ અને એસીપી બી. એમ. ચૌધરી દ્વારા અભિનંદન અપાયેલ.

અત્રે એ યાદ રહે કે અતુલ સોનારા ટીમ દ્વારા એક ભિક્ષુકનાં બાળકના વાલી જેની શોધ મહારાષ્ટ્ર સુધી થવા છતાં સફળતા મળી નહતી તેને એક કલાકમાં શોધી આપેલ. મોટા ઉદ્યોગપતિઓ અને મોટા રાજકારણીઓનાં ફોન પછી થતાં આવી મહેનત થાય તે સમજી શકાય, પરંતુ આ બંને કિસ્‍સમાં ભિક્ષુક અને મજૂરનાં પુત્ર હોવા છતા પીઆઇ અતુલ સોનાંરા ટીમે પોતે જેને આદર્શ માને છે તેવા માનવીય અભિગમ ધરાવતા અધિકારીનાં ગુણો સાક્ષાત કરી અનોખી મિશાલ સ્‍થાપિત કરી છે.

(4:58 pm IST)