Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બોપલમાં રાત્રે ૧૦ શખ્‍સોનો હુમલોઃ સ્‍વબચાવમાં હવામાં ફાયરિંગ

અમદાવાદ, તા., ર૮: ઘુમા ગામ પાસે ગતરાતે ૩ વાગે મેરી ગોલ્‍ડ રોડ ઉપર ૧૦ શખ્‍સોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્‍યો હતો. બિલ્‍ડર ઉપેન્‍દ્રસિહ ચાવડાની ગાડીને રોકી  હુમલો કર્યો હતો. આથી પોતાના બચાવમાં ઉપેન્‍દ્રસિંહે ૨ રાઉન્‍ડ ફાયરિંગ કરી હતી. જ્‍યારે  ફાયરિંગ કરી ત્‍યારે નાસભાગ થઈ ગઈ હતી.

આજ કાલ અસામાજિક લોકોનો ત્રાસ વધી ગયો છે. ગઈ કાલે રાત્રે બાપુનગરમાં અસમાજિક લોકોએ  પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અને પોલીસની ગાડીને નુકશાન પહોચાડ્‍યુ હતુ.  બસ આવો એક બનાવ ધુમા પાસે બન્‍યો હતો. જેમાં ૧૦ જેટલા શખ્‍સોએ બિલ્‍ડર ઉપેન્‍દ્રસિંહ ચાવડાઉપર હુમલો કર્યો હતો.  સાણંદના રાજેન્‍દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત ૧૦ શખસો ઉપેન્‍દ્રસિંહ  પરમાર સહિતના ૧૦ શખ્‍સો ઉપેન્‍દ્રસિહ ચાવડા પર હુમલો કરવા આવતા પોતાના બચાવમાં તેમને હવામાં ૨ રાઉન્‍ડ ફાયરિગ કર્યા હતા. આથી મેરી ગોલ્‍ડ ઉપર દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. ઉપેન્‍દ્રસિંહે રાજેન્‍દ્રસિહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્‍યક્‍તિ સહિત ૯ લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

બોપલમાં રહેતા ઉપેન્‍દ્રસિંહ ચાવડા કન્‍સ્‍ટ્રકશન સાથે સંકળાયેલા છે. તેઓ બે વર્ષથી દાદા બાપુના ત્‍યા દર્શને જતા હતા. પણ છેલ્લા ચાર મહિનાથી કામ હોવાને લીધે ત્‍યા જઈ શકયા ન હતા. ત્‍યારે જેથી તેમના ઉપર વિજયસિંહ અને તેમનાનાના ભાઈનો ફોન આવ્‍યો હતો. અને કહ્યુ હતુ કે તમને દાદા બાપુના દર્શને કેમ નથી આવતા તે કહેતા ઉપેન્‍દ્રસિંહ કહ્યુ હતુ કે તમે મારે કામ હોવાથી હુ આવી શકતો નથી.

તેથી ગઈ કાલ રાત્રે ઉપેન્‍દ્રસિંહ ડાયરામાં હતા ત્‍યારે  રાજેન્‍દ્રસિંહનો તેમના ઉપર વોટ્‍સએપ કોલ આવ્‍યો હતો અને કહ્યુ હતુ કે તમે ડાયરામાં જાવ છો તો પુરી તૈયારી થઈ જાજો.   આ બાબતની જાણકારી ઉપેન્‍દ્રભાઈ તેમના મોટાભાઈને આપી હતી. તેથી તેમને સમાધાન માટે સામા પક્ષે  વિજયસિંહ અને અન્‍ય આગેવાનો બગોદરા સમાધાન માટે બોલાવ્‍યા હતા. અને રાત્ર સમાધાન કરી પાછા ફરતા જ્‍યારે ઉપેન્‍દ્રસિંહ મેરી ગોલ્‍ડ સર્કલથી તેઓ આગળથી નીકળી રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં પાંચ ગાડી સાઈડમાં પાર્ક કરેલી હતી જેમાં રાજેન્‍દ્રસિંહ અને અનિલસિંહ સહિતના કેટલાક લોકો તેમની રાહ જોવા માટે ઉભા હતા. તેથી ઉપેન્‍દ્રસિંહે પોતાના બચાવ માટે હવામાં એક રાઉન્‍ડ ફાયર કર્યો હતો. ત્‍યાર બાદ સામેના પક્ષના લોકો લાકડી, ધોકા, પાઈપો અને અન્‍ય વસ્‍તો લઈને ઉપેનદ્રભાઈ ઉપર હમલો કરવા લાગ્‍યા હતા. પણ ઝપાઝપી કરતા ટ્રિગરમાંથી એક રાઉન્‍ડ ફાયર થયું હતું. કુલ બે રાઉન્‍ડ ફાયર થયા હતા. તેથી ઉપેન્‍દ્ર ગાડીમાં તોડફોડ કરી હતી. અને ઉપેન્‍દ્રસિહ ગમે તે રીતે ત્‍યાથી ભાગી ગયા હતા. અને નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:54 pm IST)