Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગુજરાતમાં રોગચાળાનું ચિત્ર

અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી ૫૫ના મોત

અમદાવાદ, તા. ૨૮ : રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોધાયો છે. આંકડા દર્શાવે છે કે, દરરોજ મેલેરિયાના ૪૯ અને ડેંગ્યુના ૩૬ કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્ય વિધાનસભામાં અંગેના આંકડા હાલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિધાનસભામાં મચ્છરજન્ય રોગો અને સ્વાઈન ફ્લુના આંકડા તથા કોંગો ફિવરના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચેના ગાળામાં જુદા જુદા રોગથી મોત અને કેસોની સંખ્યા નીચે મુજબ છે.

ગુજરાતમાં મોતના આંકડા

શહેર

સ્વાઈન ફ્લુ

ડેંગ્યુ

કોંગો

અમદાવાદ

૫૫

૧૭

૦૦

મોરબી

૩૪

૦૧

૦૩

વડોદરા

૨૮

૦૧

૦૦

જુનાગઢ

૨૧

૦૩

૦૦

સુરત

૧૭

૦૦

૦૦

રાજ્યમાં કુલ

૨૫૧

૨૨

૧૭

ગુજરાતમાં કેસોની સંખ્યા

 

 

 

શહેર

સ્વાઈન ફ્લુ

મેલેરિયા

ડેંગ્યુ

અમદાવાદ

૨૨૮૯

૧૧૦૦૯

૫૭૯૯

સુરત

૭૭૨

૮૭૬૮

૧૨૫૦

વડોદરા

૭૦૫

૧૧૯૪

૨૩૫૯

ભાવનગર

૩૭૩

૨૭૯

૬૩૧

કચ્છ

૩૬૬

૧૧૪૯

૮૭૯

રાજ્યમાં કુલ

૭૦૦૮

૩૫૯૯૯

૨૬૦૪૫

(8:27 pm IST)