Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સાગબારાના મોટા કાકડીઆંબાના મકાનમાં આગ ભભૂકી : ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ :૧.૫૦ લાખના નુકસાનનો અંદાજ

મકાન માલીક ખેતરે ગયા હતા,તેમની પત્ની નરેગા યોજનામાં કામે ગયા હોય બંધ મકાનમાં આગથી ભારે નુકસાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા માં આવેલા મોટા કાકડીઆંબા ગામના એક મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન આગમાં સ્વાહા થઈ જતા તંત્ર સર્વેની કામગીરીમાં જોતરાયું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર મોટા કાકડીઆંબા ગામમાં રહેતા મનજી ભાઈ દામભાઈ વસાવા  સવારથી તેમના ખેતરમાં કામ કરતા હતા તેમના પત્ની નરેગા યોજના હેઠળ ની કામગીરી માં ગયા હોય મકાન બંધ હોય જેમાં અચાનક આગ લાગતા નજીકના લોકો દોડી આવ્યા હતા ત્યારબાદ મનજીભાઈને જાણ કરાઈ પરંતુ તે આવે એ પહેલાં તેમનું ત્રણ ગાળાનું મકાન ધરવખરી સહિત આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું.આગ ક્યાં કારણોસર લાગી એ જાણી શકાયું નથી પરંતુ આગમાં અંદાજે દોઢ લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે તલાટી સહિત તંત્ર ની ટિમ ત્યાં પહોંચી નુકસાનના અંદાજ બાબતે સર્વે કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. સાગબારા પોલીસે હાલ જણવાજોગ ફરિયાદ દાખલ કરી છે.

(7:31 pm IST)