Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઝઘડીયા GIDC ની MTZ કંપનીમાંથી લોખંડની ચોરીનો સમાન ભરેલ ટેમ્પા સાથે એકને ઝડપી પાડતી ભરૂચ LCB

લોખંડનો સમાન,ઓક્સીઝનના ચાર બાટલા ,આઇસર ટેમ્પો સહીત 4,43 અલખનો મુદામાલ કબ્જે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા - ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને LCB ભરૂચના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી.ભરૂચની ટીમે અલગ- અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ હતી

 આ દરમ્યાન મળેલ બાતમી આધારે વહેલી સવારે ઝઘડીયા જી. આઇ. ડી. સી.વિસ્તારમાં આવેલ MTZ કંપનીમાંથી એક ઇસમને આઇસર ટેમ્પામાં ચોરી કરી ભરેલ લોખંડના સામાન તથા લોખંડ કટીંગ કરવાના ગેસ કટર સાથે ઝડપી પાડી ઝઘડીયા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ કરી આ ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામા આવેલ છે.

  કબજે કરવામાં આવેલ મુદામાલમાં નંબર- GJ-16-AU-6507 માં ભરેલ લોખંડની અલગ અલગ સાઇઝ તથા વજનની એંગલો તથા લોખંડના પાર્ટસ કુલ પ૦૦૦ કી.ગ્રા કી.રૂ.૧,00,000/- તેમજ ઓક્સિજનના ચાર બોટલ તથા એલ.પી.જી ગેસ બોટલ કી.રૂ. ૪૦,૫૦૦/- તથા આઇસર ટેમ્પો નંબર-GJ-16-AU-6507 કી.રૂ.03,00,000/- તેમજ બે મોબાઇલ ફોન સહીત કુલ કી.રૂ.૪,૪૩,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલ આરોપી અનિલકુમાર S/o પુરન યાદવ (રહે.હાલ- શાંતીનગર-૨, લક્ષ્મણ પ્લમ્બર ની રૂમમાં ભાડેથી રાજપીપળા રોડ, અંક્લેશ્વર GIDC જી-ભરૂચ મુળ રહે-શીકરોલી પોસ્ટ-નરહારપુર થાના-ખોલારી,જી-ગોન્ડા ઉત્તરપ્રદેશ) છે

(7:26 pm IST)