Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાધનપુર તાલુકા પંચાયત ઓફિસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

રાધનપુર: ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.

રાધનપુર પોલીસ સ્ટેશન સામે આવેલ તાલુા પંચાયત કચેરી બિલ્ડીંગમાં  આવેલ શૌચાલયોની પાઈપની સુરક્ષા માટે બનાવવામાં આવેલ જગ્યામાંથી ખાલી બીયરની બોટલો અને ટીનનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તાલુકા પંચાયતના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃની ખાલી બોટલો પણ મળી આવી હતી. રાધનપુર પોલીસ સ્ટેશન સામે આવેલ સરકારી કચેરીમાં દારૃની મહેફીલો માણી ખાલી બોટલો નાખવામાં આવી હોવાનું જણાઈ આવતું હતું.

(5:51 pm IST)