Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પાલનપુરમાં ડોર ટુ ડોર કચરો નિકાલની કામગીરીમાં 2.40 કરોડનું કૌભાંડનો આક્ષેપ

પાલનપુર: શહેરમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન અને ઓપન સ્પોટો ઉપરથી કચરા તેમજ ગંદકીના નિકાલની કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલીન ચીફ ઓફીસર દ્વારા રૃ.૨.૪૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાણાની વસુલાત કરવા મામલે પાલિકાના એક નગરસેવક દ્વારા ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવતા પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જેમાં નવ સાધનો ભાડાના રાખીને છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ યેનકેન પ્રકારે છાશવારે વિવાદોમાં સપડાતી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને તાત્કાલિન ચીફ ઓફીસર વિરુદ્ધ ફરી એકવાર ઘન કચરાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું કૌભાંડ આચરવાના ખુદ નગરસેવક દ્વારા આક્ષેપ કરવામાં આવતા પાલિકા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

(5:50 pm IST)