Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજપીપળા શહેરના સાંકડા માર્ગો પર વાહનો વધતા આડેધડ પાર્કિંગથી અનેક તકલીફો : તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવે છે.

નાની નાની ગલીઓ, મુખ્ય માર્ગો ઉપર આડેધડ ચાર પૈડાંના વાહનો પાર્ક થતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો:દોલત બજાર મંદિર પાસે ,શાક માર્કેટ રોડ,દરબાર રોડ, સ્ટેશન રોડ સહિતના ઘણા માર્ગો પર જગ્યાના અભાવે આડેધડ પાર્કિંગ :ટાઉન પ્લાનિંગ વિભાગે માર્ગો પહોળા કરવા :દબાણ હટાવવા તેમજ પોલીસ તથા આરટીઓ એ પાર્કિંગની સુવિધા ચકાસી નવા વાહનોના પારસીંગ કરવા જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ ઘણા વર્ષોથી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે વાહનો પણ વધ્યા છે પરંતુ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની હોય આ બાબતે તંત્રએ કડક પગલાં લેવા જોઈએ છતાં રાજકીય દબાણને વસ થયેલા તંત્રના કેટલાક અધિકારીઓ મુક પ્રેક્ષક ની ભૂમિકા ભજવી તમાશો જોઈ રહ્યા હોય વારંવાર અકસ્માતો થાય છે.

  રાજપીપળા શહેરમાં વધતી વસ્તી સામે વાહનોની સંખ્યા પણ વધી છે જેમાં હાલ ચાર પૈડાં વાળા વાહનો પણ ચાર ઘણા થયા છે ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે સ્ટેટ સમયના સાંકડા માર્ગો અને ગલીઓમાં કોઈજ સુધારો વધારો કરાયો નથી ઉપરથી શહેરમાં દબાણો વધ્યા છે જેની સામે વાહનોની સંખ્યા ચાર ઘણી થતા પાર્કિંગ ક્યાં કરવું એ મોટી તકલીફ છે હાલ બેન્કો દ્વારા મળતી વાહનની લોન પર લોકો દેખા દેખી ચાર પૈડાંના વાહનો તો ખરીદી કરે છે 

 અમુક લોકો જુના વાહન ખરીદ કરતા હોય છે પરંતુ તેનો ઉપયોગ ક્યારેક્જ કરતા હોય આ વાહનો ફક્ત પાર્કિંગમાં પડેલા જ જોવા મળે છે પરંતુ વાહન ખરીદનાર વ્યક્તિઓ જ્યાં રહે છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં વાહનો ખરીદતા આવા વાહન માલિકો ગમે તેના આંગાણામાં કે આડેધડ પાર્કિંગ કરી અન્યને હેરાન કરે છે જેના કારણે વારંવાર ઝગડા પણ થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવી માર્ગો પહોળા કરવા જરૂરી છે. જ્યાં સુધી માર્ગો પહોળા કરવાની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આરટીઓએ ચાર પૈડાંના વાહનો ખરીદતા માલિકો પાસે સૌથી પહેલા પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં એ માટે તપાસ કરી વ્યવસ્થા હોય તેવા જ માલિકોના વાહનોના વાહનો પારસીંગ કરવા જોઈએ એવું કેટલાક જાગૃત નાગરિકોનું માનવું છે.નહિ તો વધતા વાહનોની સંખ્યા જોતા એમ લાગે છે કે તંત્ર જો આ ગંભીર સમસ્યા બાબતે હમણાં કડક નહીં બને તો આવનારા દિવસોમાં લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ થઈ પડશે .

  અગાઉના વર્ષોમાં રોડ પહોળા કરવા અધિકારીઓ એ કવાયત કરી હતી પરંતુ કેટલાક રાજકીય આગેવાનોએ પોતાના અંગત સ્વાર્થ કે અન્ય દબાણને વશ થઈ આ કામગીરી કરનાર અધિકારીની બદલી કરાવી શહેરની પ્રગતિ પર પૂર્ણવિરામ લગાવ્યું હતું જેના કારણે વર્ષો બાદ હાલ એજ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ત્યાંની ત્યાંજ છે એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે શહેર અને જિલ્લો દેશના નકશામાં આગળ આવી નામના મેળવે છે ત્યારે આવી ગંભીર સમસ્યા દૂર કરવા તંત્ર એ ઝડપી કામગીરી કરવી રહી .

(4:50 pm IST)