Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ માટે દરરોજ સૂર્યનમસ્કાર સાથે યોગાસનો કરતા SGVPદર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના સંતો તથા ઋષિકુમારો

અમદાવાદ તા.8 યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. જેનાથી મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે, ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે.

 યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મન એકાગ્ર થઇ ભગવાનમાં જોડાય છે. યોગનો હેતુ જ ભગવાનમાં જાેડાવાનો છે. યોગથી શાંત અને એકાગ્ર થયેલા મનની અમાપ શક્તિથી જીવનના અનેક કાર્યો આસાનીથી પાર પાડી શકાય છે.

 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP - દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયમાં ભણનારા ૪૦ સંતો તથા ૨૦૦ ઋષિકુમારો દરરોજ સૂર્યનમસ્કાર તથા યોગાસનોમાં, મકરાસનભૂજંગાસન, શિર્ષાસન વગેરે આસનો તેમજ, કપાલ ભાતિ, ભ્રામરી, અનુલોમ વિલોમ વગેરે પ્રાણાયામ દરરોજ  સહજતા અને સરળતાથી કરી રહ્યા છે

(12:14 pm IST)