Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચરસના જથ્થા સાથે દંપત્તિને ઝડપ્યું : કઠોર પુછપરછ શરૂ

બાતમીના આધારે રેલવે સ્ટેશનની બહાર પકડી લેવાયું : હરિયાણાથી જથ્થો લઇ અમદાવાદ આવ્યા હતા : પોલીસ

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધાર પર આજે મોટી સફળતા મેળવી હતી. આના ભાગરુપે જમ્મુ કાશ્મીરથી ચરસનો જથ્થો મંગાવી લીધા બાદ હરિયાણાના રોહતક ખાતેથી આ જથ્થો  મેળવીને અમદાવાદ પહોંચેલા દંપત્તિને રંગેહાથ ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સફળતા મેળવી હતી. વટવાના રહેવાસી દંપત્તિને પકડી પાડવામાં આવ્યા બાદ તેમની પુછપરછ શરૂ થઇ છે. ૭૫૦૦૦ મત્તાની ચરસનો જથ્થો ઝડપાયો છે. ૫.૯૫૦ કિલોનો આ જથ્થો છે. રેલવે સ્ટેશન તરફથી બાતમી મળ્યા બાદ આ દંપત્તિને પકડી પડાયું હતું. કુલ ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. તહેવારના લીધે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી દીધી છે. તહેવારને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ સક્રિય થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાંચે કાલુપુર રેલવે સ્ટેશન પરથી ૫.૯૫૦ કિલોગ્રામ ચરસ લઈને આવતા દંપતિને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચરસના જથ્થાની કિંમત ૨૯,૭૫,૦૦૦ હોવાનું બહાર આવ્યું છે. આરોપી રશીદખાન અબ્દુલવહાબ પઠાણ (ઉ.વ. ૩૭ રહે. વટવા)નો રહેવાશી હોવાનું બહાર આવ્યું છે.

               મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કાલુપુરથી આવતા દંપતીને કાલુપુર રેલવે સ્ટેશનથી આશરે ૫.૯૫૦ કિલોગ્રામના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ જમ્મુ-કાશ્મીરથી ચરસનો જથ્થો મંગાવવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, કાલુપુરથી દંપતિ મોટર સાઈકલ પર ચરસનો જથ્થો લઈને આવી રહી છે. તેમની પાસે કાળા કલરનો થેલો ભરાવીને આવી રહ્યા છે. જે અનુસંધાને દંપતીની પુછપરછ દરમિયાન ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી રશીદ અગાઉ પણ બનાવટી ચલણી નોટોમાં ઝડપાઈ ચુક્યો છે. દંપતી માલ સપ્લાય કરવા માટે નાની દિકરી સાથે રાખતા હતા અને કોઈ પુછે તો તેમની દિકરી છે તેમ કહીને ચરસનો માલ જે તે ગ્રાહકોને સપ્લાય કરતા હતા.

(9:28 pm IST)