Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સુરતના સીમાડા વિસ્તારમાં બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર પ્રેમીને પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડયો

સુરત: શહેરના સીમાડા વિસ્તારની બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધી ફરાર પ્રેમીની સરથાણા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સીમાડા વિસ્તારમાં રહેતી 28 વર્ષની બે સંતાનની માતા સંજના ( નામ બદલ્યું છે ) સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી મોટાવરાછાના યુવાન રાહુલ રામજીભાઇ જીવાણી ( ..30, રહે.બી/203, શીવધારા એપાર્ટમેન્ટ, રાજહંસ ટાવરની સામે, મોટાવરાછા, સુરત. મુળ રહે.સંરમભડા, તા.ગારીયાધાર, જી.ભાવનગર ) અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. રાહુલ સાથે લગ્ન કરવા સંજનાએ પતિને છૂટાછેડા આપી બે બાળકી પણ સોંપી દીધી હતી. પણ રાહુલ લગ્નનો ઈન્કાર કરી બાદમાં ઘરેથી ક્યાંક ચાલ્યો જતા છેવટે સંજનાએ રાહુલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અઠવાડીયા અગાઉ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.

(6:16 pm IST)