Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

નડિયાદમાં વેપારી પાસેથી લોખંડના સળિયા ખરીદી પૈસા ન આપી વિશ્વાસઘાત આચરનાર ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ : નડિયાદ શહેરના એક વેપારી પાસેથી માલ ખરીદી પૈસા આપતા વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના ઘટી છે. બનાવ અંગે સ્થનિક પોલીસે વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં રહેતા પ્રફુલભાઇ પટેલ ગતતા. જાન્યુઆરીન રોજ એક મોબાઇલ ફોન ધારકે જણાવેલ કે તેમને સ્ટીલની જરૂર છે.જેથી ફોન કરનાર વ્યક્તિને શહેરની ગંજ બજાર ઓફિસે બોલાવ્યા હતા. બાદ ,૩૦૦ કિલો લોખંડના સળીયાનો માલ લેવાનુ નક્કી કરાયુ હતુ.જે મૂજબ ગત તા. જાન્યુઆરીના રોજ વિજયભાઇ બારોટે બતાવેલ જગ્યામાં માલ ઉતાર્યો હતો.માલની સામે બેંકનો ચેક આપ્યો હતો.તા.૧૦ જાન્યુઆરીના રોજ બેંકમાં ચેક ભરતા ચેકપરત આવ્યો હતો

જો કે તે સમયે ઉત્તમભાઇ જણાવ્યુ હતુ કે ચેક જમા કરાવતા હંુ રોકડા પૈસા આપી દઉ છુ,જો કે આજદિન સુધી માલના પૈસા અવતા વિશ્વાસઘાત થયો હોવાનુ અહેસાસ થયો હતો. બનાવ અંગે પ્રફુલભાઇ ગુણવંતભાઇ પટેલે નડિયાદ ટાઉન પોલીસ મથકે વિજયભઇ રમેશભાઇ બરોટ, ઉત્તમભાઇ આર. બારોટ અને જનકભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:15 pm IST)