Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભાજપ દ્વારા અમદાવાદ જિલ્લાનાં મંડળોના ૨૨૧ શક્તિ કેન્દ્રો પર વિસ્તારક યોજનાનો પ્રારંભ કરાયો

૨૭ જાન્યુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધી પ્રત્યેક બુથમાં જઈને પેજ સમિતિનાં આયોજન અને આગામી સંગઠન કાર્યો અંગે કામગીરી હાથ ધરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ સીતાવન ફાર્મ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યસ્તરે શરૂ થયેલ પેજ સમિતિ અભિયાનની રચનાને પૂર્ણ કરવા સંકલ્પના લક્ષ્ય સાથે અમદાવાદ જિલ્લાનાં તમામ તાલુકા મંડળોના ૨૨૧ શક્તિ કેન્દ્રો ઉપર વિસ્તારક યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના અંતર્ગત વિસ્તારકો તા:૨૭ જાન્યુ. થી ૩ ફેબ્રુઆરી સુધી પ્રત્યેક બુથમાં જઈ અને પેજ સમિતિનાં આયોજન અને આગામી સંગઠન કાર્યો અંગે કામગીરી કરશે. આ બેઠકમાં  પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, જિલ્લા પ્રભારી  વર્ષાબેન દોશી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા જિલ્લાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:37 pm IST)