Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજપીપળા રોહિતવાસ નજીક ગાય સાથે મો.સા.અથડાતા ચાલકનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રોહિતવાસ નજીકના માર્ગ ઉપર મો.સા.ગાય સાથે અથાળનાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
  પ્રાપ્ત માહિતી અનુસાર જગદિશભાઈ ગોવિંદભાઇ તડવી (રહે.અલવા,તા.તિલકવાડા ) મો. સા. નંબર GJ -22- 4921 ની પુર ઝડપે હંકારતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડ ઉપરથી પસાર થતી ગાય સાથે મોટર સાયકલ અથડાવી એક્સીડન્ટ કરી પોતાને ગંભીર ઇજા પહોચાડી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)