Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વડોદરામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલ નિંદ્રાધીન મહિલાનું 17હજાર ભરેલ પર્સ સેરવી ગઠિયો રફુચક્કર

વડોદરા:ગુજરાત મેલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુંબઈની નિંદ્રાધીન મહિલાનું રૂ. 17,000ની મત્તા ભરેલું લેડીઝ પર્સ આંચકી ગઠિયો ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઈ ખાતે રહેતા મહંત કોઠારી છઠ્ઠી જાન્યુઆરીના રોજ પરિવાર સાથે બોરીવલીથી ગુજરાત મેલ ટ્રેનમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. અને કોચ નંબર એસ 6 સીટ નંબર 77 ઉપર મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે તેમના પત્ની ઊંઘવાથી ઉઠતા જાણ થઈ હતી કે તેમનું લેડીઝ પર્સ ગાયબ છે. જે પર્સમાં રૂપિયા 15,000ની કિંમત ધરાવતો મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 2,000 હતા. તપાસ કરતા તેમનું પર્સ ટ્રેનના બાથરૂમ પાસેથી મળી આવ્યું હતું પરંતુ તેમાં મોબાઇલ ફોન અને રોકડ રકમ ન હતી.

(5:01 pm IST)
  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST

  • ઉનાના સૈયદ રાજપરાના દરિયામાં 15 નોટીકલ માઈલ દૂર બોટ ડૂબી :ગણેશ નામની બોટે જળસમાધી લીધી: અચાનક પાણી ભરાતા બોટ ડૂબી ગઈ : બોટમાં સવાર 7 ખલાસીઓનો અન્ય બોટે બચાવ્યા. access_time 8:42 pm IST

  • ખોટા સમાચાર ફેલાવવા બદલ પોતાનો પ્રોગ્રામ ન્યુઝ ચેનલે પ્રસારિત કરવાનું બંધ કરી દેતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઈન્ડિયા ટુડે ટીવી ન્યુઝ ચેનલ છોડી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. access_time 8:51 pm IST