Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

હાલોલ નજીક બે બાઈક ટકરાતાં પ જણાનાં મોત

મંગળવારની મોડી રાતનો બનાવ

હાલોલ, તા. ૨૭ : પંચમહાલના છાજ દિવાળી પાસેથી એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાત્રિના અંધારામાં બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતાં પાચં વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. આ ઘટના મંગળવાર રાત્રિની છે. અકસ્માત બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન અન્ય ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, હાલોલના છાજ દિવાળી પાસે ગત રાત્રિ દરમ્યાન બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ચાર ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

પણ સારવાર દરમિયાન ચારેય ઇજાગ્રસ્તના મોત નિપજતા મૃત્યુઆંક પાંચ થયો હતો. આ જીવલેણ અકસ્માતના મૃતકમાં એક જ પરિવારનાં ત્રણનાં મોત નિપજ્યા છે. જેમાં દોઢ વર્ષની બાળકી અને તેના માતા પિતાનું મોત નિપજ્યું છે. મૃતક પરિવાર છોટાઉદેપુરના ચુલી ગામના રહેવાસી છે. જ્યારે મોતને ભેટેલાં અન્ય બે યુવકો હાલોલના તલાવડી ગામના છે.

(9:20 am IST)
  • ખોટા સમાચાર ફેલાવવા બદલ પોતાનો પ્રોગ્રામ ન્યુઝ ચેનલે પ્રસારિત કરવાનું બંધ કરી દેતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઈન્ડિયા ટુડે ટીવી ન્યુઝ ચેનલ છોડી દીધી હોવાના અહેવાલ મળી રહ્યા છે. access_time 8:51 pm IST

  • ઉનાના સૈયદ રાજપરાના દરિયામાં 15 નોટીકલ માઈલ દૂર બોટ ડૂબી :ગણેશ નામની બોટે જળસમાધી લીધી: અચાનક પાણી ભરાતા બોટ ડૂબી ગઈ : બોટમાં સવાર 7 ખલાસીઓનો અન્ય બોટે બચાવ્યા. access_time 8:42 pm IST

  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST