Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ફાયરીંગ : અંગત અદાવતમાં ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બાઇકસવાર શખ્શોએ કર્યું ફાયરિંગ

ઝોન 4 ડી.સી.પી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી પાર્ક નજીક ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભાઈ બારડ નામના શખ્શ ફાયરિંગ થયું છે.

 જાણવા મળ્યા મુજબ અંગત અદાવત અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યુ હતુ. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્ર બારડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઝોન 4 ડી.સી.પી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે. બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતુ.

(11:03 pm IST)