Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

નવસારીમાં હળવો ભૂકંપનો આંચકો : તીવ્રતા ૧.૯ની રહી

એક મહિના બાદ નવસારીની ધરા ફરી ધ્રુજી : એક મહિના પહેલા નવસારીમાં આંચકો અનુભવાયો હતો

અમદાવાદ, તા. ૨૮ : નવસારીમાં આજે બપોરે એક વાગ્યાની આસપાસ .૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી ૨૪ કિમી દૂર હોવાનું નોંધાયું હતું. ભૂંકપના કારણે લોકોમાં થોડો ભય અને ફફડાટની લાગમી ફેલાઇ ગઇ હતી. જો કે, ભૂકંપનો આંચકો હળવો અને ઘણી ઓછી તીવ્રતાવાળા હોવાના કારણે કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ હતી. જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લા એક મહિના પહેલા તા.૨૭ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ત્યારબાદ આજે ફરી બપોરના -૦૦ વાગ્યાની આસપાસ નવસારીમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા .૯ની નોંધાઈ હતી.

           જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી ૨૪ કિમી દૂર અને . કિમી ઉંડાણમાં હોવાનું નોંધાયું હતું. .૯ની તીવ્રતાના ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. એક મહિના પહેલા નવસારી જિલ્લાના વાંસદામાં હળવા આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે લોકો રાત્રે પણ ઘરની બહાર સૂવા માટે મજબૂર થઈ ગયા હતા.જો કે, આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ડર અને ફફડાટનીલાગણી થોડીવાર માટે ફેલાઇ ગઇ હતી. જો કે, હળવા આંચકાને લઇ કોઇ ઇજા કે જાનહાનિ તેમ નુકસાન નહી નોંધાતાં સૌકોઇએ રાહતનો દમ લીધો હતો.

(8:38 pm IST)