Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મહેસાણાની યુવતીને લગ્નની લાલચ આપી વડનગરના હવસખોર પરણિત યુવાને સવાવર્ષ સુધી શારીરિક શોષણ કર્યું:ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા: શહેરની યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે પરિચય કેળવ્યા બાદ સવાવર્ષ સુધી વડનગરના પરણિત યુવકે શારીરીક શોષણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરાધમે પરણીત અને બે સંતાનોનો પિતા હોવાની હક્કિત છુપાવીને યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અંગે ભોગ બનેલ યુવતીએ ડિવજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

યુવતીને મહેસાણા હાઇવે પરના ગેસ્ટહાઉસના રૃમમાં લઇ ગયો હતો. અહી તેણે યુવતીને ખુન કરી નાંખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચયું હતું. ત્યારબાદ પાંચેક દિવસ પહેલાં શહેરમાં આવેલી યુવતી પાસે આવેલા કપુરજીએ પોતાની કારમાં બેસી જવા આગ્રહ કરી રહ્યો હતો. ત્યારે તેણીના સબંધી આવી જતાં તે નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે ભયભીત યુવતીએ પોતાના પરિવારને વાકેફ કર્યો હતા. જેઓએ હિંમત આપતા છેવટે તેણેએ મહેસાણા ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસેે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૃ કરી છે.

(5:37 pm IST)