Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સુરતમાં ભાઈ બહેનના સંબંધને કલંક લગાવતો કિસ્સો: ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવાથી થયેલ નવજાત બાળકીને નિષ્ઠુર માતાએ કચરા પેટીમાં તરછોડી દેતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં સમાજની આંખ ઉઘાડનારા સગા ભાઇ-બહેન વચ્ચેના લાંછન રૃપ કહી શકાય તેવા શારિરીક સંબંધને પગલે જન્મેલી નવજાત બાળકીને પનાસ ગામ એસએમસી આવાસ નજીક કચરા પેટીમાં પતંગની દોરી વીંટાળીને ત્યજી દેનાર નિુર જનેતાની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અઠવાડિયા અગાઉ પનાસ ગામ એસએમસી આવાસ નજીક કચરા પેટી પાસેથી કડકડતી ઠંડીમાં પતંગના દોરાથી વીંટળાયેલી નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. માસુમને સારવાર આપનાર તબીબોએ બાળકીનો જન્મ પાંચથી છ કલાક અગાઉ અને તેની નાળ ઉપર હોસ્પિટલમાં મારવામાં આવતો ક્લેમ્પ ન હોય પ્રસુતિ ઘરે થઇ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ અંતર્ગત સ્થાનિક વિસ્તારમાં માનસિક બિમાર માતા અને 17 વર્ષના ભાઈ સાથે રહેતી 18 વર્ષીય પાયલ (નામ બદલ્યું છે) એ માસુમને ત્યજી દીધું હોવાનું બહાર આવ્યું હતું. પાયલની પુછપરછ અંતર્ગત સગીર વયના સગા ભાઇ સાથેના લાંછન રૃપ કહી શકાય એવા શારિરીક સંબંધની ફળશ્તિ રૃપ બાળકનો જન્મ થયો હતો. પ્રસુતિની પીડા થતા પાયલ રહેણાંક એપાર્ટમેન્ટના ધાબા પર જઇ માસુમને જન્મ આપ્યો હતો અને હાથથી જાતે જ નાળ કાપી નાંખી હતી અને ત્યાર બાદ નવજાતને ત્યજી દીધી હતી. આ ઘટનામાં પાંચ દિવસ અગાઉ પોલીસે સગી બહેનને માતા બનાવનાર સગીર ભાઇની અટકાયત કરી હતી. જયારે ગત રાત્રે નવજાત માસુમને ત્યજી દેનાર નિુર જનેતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:30 pm IST)