Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વડોદરા: સાંકરદા નજીક પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા 3.5 લાખ લોકો પાણી વિહોણા થયા

વડોદરા: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના મહી નદી ખાતેના ફ્રેન્ચ કુવાઓ પૈકી ફાજલપુર કુવાથી પાણીની વર્ષો જુની લાઈનમાં ગાબડુ પડતાં  પાણીની રેલમછેલ થઈ હતી અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જેના લીધે આશરે સાડા ત્રણ લાખ લોકોને અસર થઈ હતી. અંગે જાણવા મળતી વિગતો મુજબ મીની નદીના પૂલ પાસે ૩૬ ઈંચ ડાયામીટરની સાંકરદા ગામ તરફ જતી પાણીની લાઈન ૫૦ વર્ષ જુની છે. લાઈન પર અગાઉ ચાર પાંચ વખત ભંગાણ પડી ચૂક્યું છે

  લાઈન જર્જરિત હોવાથી તેની બાજુમાં રૃા.૩૦ કરોડના ખર્ચે નવી લાઈન નાખવામાં આવી છે. જો કે લાઈનનું જોડાણ બાકી છે. ફાજલપુરથી વડોદરા આવતી લાઈનનું  વેલ્ડીંગ કરીને જોડાણ કરી દેવાની કામગીરી મંગળવારે હાથ ધરાશે. અને પાણી વિતરણ ચાલુ કરવામાં આવશે. જ્યારે મીટર જેટલો જર્જરિત લાઈનનો ભાગ છે તેનું રિપેરિંગ હાથ ધરવામાં આવશે.

(5:27 pm IST)