Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અરવલ્લી જિલ્લાના બાયડની ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા કોન્‍ટ્રાક્ટરોએ કચેરીમાં બિનજરૂરી અવરજવર ન કરવા નોટીસ ચિપકાવતા સરપંચો-કોન્‍ટ્રાક્ટરોમાં ભારે રોષ

બાયડ:  ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં  ટીડીઓ દ્વારા કોન્ટ્રાકટરોએ કચેરીમાં બિનજરૂરી અવર જ્વર નહીં કરવા અંગેની નોટિસ ચીપકાવતા સરપંચો અને કોન્ટ્રક્ટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેના પગલે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સરપંચો અને કોન્ટ્રાકટરોમાં અસંતોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનમાની કરવામાં આવે છે, અને કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવેલ સાઈડ તાલુકા વિકાસ અધિકારી જોવા પણ આવતા નથી. જેના કારણે સમયસર બીલોના પૈસા પણ નથી મળતા.

જેથી આટલી મોંઘવારીમાં વ્યાજે પૈસા લાવીને કામ કરવા છતાં સમય સર બીલો નીકળતા નથી. પેમેન્ટ મળતું નથી. સાથે બાંધકામ શાખામાં કામ માટે આવતા કોન્ટ્રાક્ટોએ કચેરીમાંથી રેકોડ તેમજ અન્ય કોઈ પત્રની નકલ લઇ જવી નહીં. તેમજ બિન જરૂરી અવર જ્વર નહીં કરવાનું તઘલખી ફરમાન કરી નોટિસો ચિપકાવી દેવાઈ છે. બાયડ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન દ્વારા તાલુકા પંચાયતના હોદ્દેદારોને પણ હેરાન પરેશાન કરવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સદસ્યો કરી રહ્યા છે. સાથે જ તાલુકામાં મોટા ભાગના સરપંચો પોતાના કામો થતા નથી. તેવી રજુઆત સદસ્યોને કહી રહ્યા છે.

જેના પગલે આ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવે તે માટે ગાંધીનગર સુધી રજુઆત કરાઈ છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તાલુકા વિકાસ અધિકારી કાયદકીય રીતે જ કામ કરી રહ્યા છે, તેમને નોટિસ લગાવી કશું જ ખોટું કર્યું નથી. જિલ્લાની તાલુકા પંચાયતો પર પોતાનો હક્ક જમાવતા કોન્ટ્રાકટરો માટે લાવેલ એક નિયમે સરપંચો અને કોન્ટ્રાકટરોએ ગાંધીનગર સુધી દોડાવ્યા છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે હક્ક જમાવવાની જીદ માથે લઇ વિકાસકામોના બહાના હેઠળ કામ કરતા લોકો પર અંકુશ સ્વીકાર્ય બનશે.

(4:37 pm IST)