Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

લોકોને ગુણવતાયુકત દવાઓ વ્યાજબી ભાવે અપાવવા સરકારનો ખાસ પ્રબંધ

પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનિટ આજથી કાર્યરતઃ ડો. કોશિયા

ગાંધીનગર,તા.૨૮: રાજયના છેવાડાના નાગરિકોને પણ ગુણવત્ત્।ા યુકતદવાઓ વ્યાજબી ભાવે મળી રહે તેવા આશયથી રાજય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નવી પહલ કરવમાં આવી છે. દવાના ભાવોમાં નિયંત્રણ અને એકરૂપતા લાવવા માટે 'પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ'(PMRU)ના ગુજરાત સેલનો આજથી અમદાવાદ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી (NPPA)ના અધ્યક્ષા શ્રીમતી સુભ્રા સિંઘની ઉપસ્થિતિમાં આ યુનિટને ખુલ્લું મુકાઇ રહ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા આવતીકાલે તા.૨૮મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ્સ(NPPA)ના ગુજરાત સેલનો પ્રારંભ થઇ રહ્યો છે.તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે. 

શ્રી કોશિયાએ કહ્યું કે, આ યુનીટની સ્થાપના થવાથી ગુજરાતના દવા ઉત્પાદકોને ભાવોમાં એકરૂપતા લાવવા માટે સ્થાનિક સવલત ઊભી થશે અને નાગરિકોને વિવિધ પ્રકારની દવાઓ સરળતાથી અને નિયંત્રિત વ્યાજબી ભાવે મળવામાં પણ અસરકારક સાબિત થશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ પ્રસંગે દવા ઉત્પાદકો-વિતરકો અને વપરાશકારોમાં જાગૃતી લાવવાના હેતુથી 'અવેલેબીલીટી, એકસેસીબીલીટી એન્ડ અફોર્ડેબીલીટી ઓફ મેડીસીન ફોર ઓલ'વિષય પર એક દિવસીય પ્રાદેશિક સેમિનારનું આયોજનમાં અમદાવાદ ખાતે જેમાં દેશના પાંચ રાજયોના આધિકારીઓ તેમજ રાજયના દવા ઉત્પાદકો અને વિતરકો ભાગ લેશે.

     આ સેમિનાર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, અધ્યક્ષ શ્રીમતી સુભ્રાસિંદ્ય (IAS) ઉપરાંત મેમ્બર સેક્રેટરી શ્રીમતી રિતુ ઢિલ્લોન અને મોનીટરીંગ એન્ડ ઇન્ફોર્સમેન્ટ ડાયરેકટરશ્રી રાજેશ અગ્રવાલ પણ હાજર રહેશે. તેમજ રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા બીજા પાંચ રાજયોના અધિકારીઓને પણ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(NPPA) દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રિય કેમીકલ એન્ડ ફર્ટીલાઇઝર તથા શીપીંગ મંત્રાલયના મંત્રી શ્રી મનસુખ માંડવીયા તથા નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટીના અધ્યક્ષા શ્રીમતી સુભ્રા સિંદ્ય ઉપરાંત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી ડો. જયંતિ એસ. રવિ, મેનેજીંગ ડાયરેકટર શ્રી ડો. સુમનરત્નમ તથા રાજયના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરે વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ છે.

(3:26 pm IST)