Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સરકારે ર,૧ર,૩૯પ ખેડુતો પાસેથી રૂ.રર૦૦ કરોડની મગફળી ખરીદીઃ ૧,રપ,૩૧રને રૂ. ૧૩રપ કરોડ ચૂકવ્યા

રાજકોટઃ ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી તા. ૧ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છેઃ ૪,૭૧,૪૬૦ ખેડુતોએ મગફળી વેચવા ઓનલાઇન નોંધણી કરાવેલઃ સરકારે મગફળી લઇને આવવા માટે ૩,૬૪,૯ર૮ ખેડુતોને ફોનથી મેસેજ આપેલઃ આવેલા ખેડુતો પૈકી ર,૧ર,૩૯પ ખેડુતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છેઃ ખરીદાયેલ મગફળીની કિંમત રૂ. રર૦૦ કરોડ જેટલી થાય છેઃ સરકારે આજ સુધીમાં ૧,રપ,૩૧ર ખેડુતોને રૂ.૧૩રપ કરોડ ચુકવી દીધા છેઃ રાજકોટ જિલ્લાના ૮ર,પ૦૦ ખેડુતોએ નોંધણી કરાવેલ તે પૈકી ૩૮,૬૬૭ ખેડુતોએ મગફળી વેચી છેઃ ૧૩ ફેબ્રુઆરી સુધી મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી છે.

(3:18 pm IST)