Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મહેસાણાના લિન્ચ ગામે જમીનના ઝઘડામાં પિતરાઈ ભાઈએ તીક્ષ્ણ હથિયારથી કરી ભાઈની કરપીણ હત્યા

પરિવારમાં સોપો - કરુણકલ્પાન્ત : આરોપી ભાઈ ચંદુજી ઠાકોરની ધરપકડ

મહેસાણાના લિન્ચ ગામમાં નજીવી તકરારમાં એક પિતરાઈ ભાઈએ પોતાના જ ભાની તીક્ષણ હથિયારથી કરપીણ હત્યા કરી નાખી છે. જે બનાવને લઈને પરિવારમાં સોપો પડ્યો છે. આ સમગ્ર મામલે હાલમાં તો લાંઘણજ પોલીસે આરોપી ભાઈ ચંદુજી ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા જમીનનાં ઝઘડાને કારણે થઇ હોવાનું જાણવામાં આવેલ છે.

(12:59 am IST)