Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

રાજપીપળા નાગરિક સહકારી બેંક ને ઉત્તમ કામગીરી બદલ શિલ્ડ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાતા આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની એકમાત્ર રાજપીપળા નાગરિક સહકારી બેંકને ઉત્તમ કામગીરી બદલ પુરસ્કૃત કરાતા સૌએ આનંદ ની લાગણી વ્યક્ત કરી છે.જેમાં ઉત્તમ કામ કરનાર નાગરિક સહકારી બેંકો માટેની હરીફાઈ ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદ દ્વારા યોજાઈ જેમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉત્તમ કામ કરનાર નાગરિક સહકારી બેન્કો ને ચાલુ વર્ષમાં શિલ્ડ હરીફાઈમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા રાજપીપળા નાગરિક સહકારી બેન્ક લિ.ને દ્વિતીય આકર્ષક શિલ્ડ અને પ્રશસ્તિપત્રથી પુરસ્કૃત કરવામાં આવતા આ ખુશીના પ્રસંગે એમડી મનહરભાઈ માલી, અમિતભાઇ ગાંધી સાથે બેન્ક ના  મેનેજર જયેશભાઇ પાઠકે આ સન્માન સ્વીકારી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.આમ રાજપીપળા શહેરની એકમાત્ર નાગરિક સહકારી બેંક ને સન્માન મળતા સ્ટાફ સહિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.

(11:46 pm IST)