Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સુરતના ઓલપાડ તાલુકાની ધનશેર પ્રાથમિક શાળામાં નાતાલ પર્વ ઉજવાયો : સાન્‍તા કલોઝએ બાળકોને સરપ્રાઇઝ ચોકલેટ, મીઠાઇ તથા ગીફટ આપી ખુશ કર્યા

ઓલપાડ : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્‍તાર સ્‍થિત ધનશેર પ્રાથમિક શાળામાં નાતાલ પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી.

પ્રાર્થના સભામાં શાળાના આચાર્ય રસિકભાઇ રાઠોડે બાળકોને નાતાલ પર્વનું મહાત્‍મ્‍ય સમજાવતા જણાવ્‍યું હતુ કે ત્રીજી સદીમાં થઇ ગયેલ સંત નિકોલસ જ આજનાં સાંતાકલોઝનું સ્‍વરૂપ છે. જે બાળકો સહિત મોટેરા સર્વમાં સમગ્ર વિશ્વમાં હરહંમેશ પ્રિયપાત્ર રહયા છે.

સર્વધર્મ સમભાવની ભાવના સાથે ઉજવાયેલ આ તહેવાર નિમિતે શાળા પરિવાર દ્વારા (સાંતા કલોઝ દ્વારા) બાળકોને સરપ્રાઇઝ ચોકલેટ, મીઠાઇ તથા ગીફટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં આનંદનું મોજુ ફરી વળ્‍યુ હતું. તહેવારની   સંગીનતા વધારવા શાળામાં ગીત-સંગીતનો કાયક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

(9:38 pm IST)