Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કલોલ: મલાવથી દૂર કરાડ મુખ્ય કેનાલમાં કાર ખાબકતા ત્રણ મજૂરો સહીત ચારએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા

કાલોલ:શહેરના મલાવ ગામથી ગેંગડીયા તરફ જવાના માર્ગે સાંજે નીલગીરી કાપવા મજુરો ભરીને આવતી ઝાયબો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી રોડ પરથી ફેંકાઈને બાજુમાં કેનાલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગાડી ચાલક નીલગીરીનાં વેપારી અને ત્રણ મજુરો સહિત ચારના ઘટના સ્થળે મોત થયા અને બીજા  મજુરો ગંભીર ઘાયલ થયા હતા.

કાલોલના મલાવ ગામમાં નીલગીરીનો વેપાર કરતા ચોથારામ પેમારામ દેવડા ઉર્ફે ચંદન (રાજસ્થાની) (હાલ રહે. મલાવગામ) મંગળવારે સવારે નીલગીરીઓ કાપવામાટે મજુરો લેવા માટે સાગટાળા ગયા હતા. જ્યાંથી ૧૩ મજુરો ભરીને મલાવ પરત આવતાં સાંજે ચારેક વાગ્યાના સુમારે અડાદરા પાસેની ગેંગડીયા ચોકડીથી મલાવ તરફ જવાના માર્ગે ખેડા ગામના પાટીયા પાસે ઝાયલો એસ યુવી ગાડી ચલાવતા ચંદને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં કરાડ મુખ્ય કેનાલમાં ખાબકી હતી.

આ અકસ્માત સર્જાતા અન્ય વાહન ચાલકો રાહદારીઓ નજીકના મલાવ ગામના ગ્રામજનોએ બચાવી કાર્ય હાથ ધર્યું હતુ. અને ગાડીમાં ફસાયેલા મજુરોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડયા હતા.

વાહન ચાલક વેપારી ચોથારામ પ્રેમારામ દેવડા ઉર્ફે ચંદન ઉ.વ  ૩૦ વર્ષ અને બે મજુરોનું ઘટના સ્થળે કરૃણ મોત થયુ  હતુ.બીજા મજુરો ગંભીર ઇજાગ્રસ્ત થતાં ગોધરા સિવિલ ખાતે ખસેડાયા હતા.

 મૃતકોને ખાનગી વાહન દ્વારા પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરા સિવિલ ખસેડાયા  હતા. ગોધરા સિવિલમાં સારવાર દરમ્યાન એક મજુરનું પણ કરૃણ મોત થયુ  હતુ.

(5:54 pm IST)