Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોડાસા તાલુકાના ઈટાડીમાં બંધ મકાનમાં આગ ભભૂકતા ઘર વખરી બળીને ખાખ

મોડાસા: તાલુકાના ઈટાડી ગામે ભરચક વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં શોર્ટ સરકીટથી ભભૂકેલી આગમાં ઘર વખરી બળીને ખાખ થઈ હતી.

 

ઈટાડી ગામે પરિવાર સાથે રહેતા ભરતભાઈ ભીખાભાઈ મકવાણા કોઈ પ્રસંગે પરીવારજનો સાથે ઘર બંધ કરી બહાર ગયા હતા. ઘર બંધ હતું તે દરમ્યાન ઘરમાં કોઈ કારણોસર સર્જાયેલ શોર્ટ સરકીટમાં ઘરમાં આગ ભભૂકી ઉઠતાં ઘરની ઘરવખરી સળગી ઉઠી હતી.
આગના બનાવના પગલે આસપાસના ફળીયાના લોકી દોડી પહોંચ્યા હતા અને આગને વધુ વકરતી અટકાવવા મોડાસાથી દોડી પહોંચેલા ફાયર ફાઈટર ને કામે લગાડાયું હતું.
ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે પાણીનો મારો કરી માંડ માંડ આગ ઉપર કાબૂ મેળવાતાં ગ્રામજનોમાં રાહત ફેલાઈ હતી.આ બનાવમાં ઘર બંધ હોઈ જાનહાની ટળી હતી.

(5:53 pm IST)