Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સરકાર હાઇકોર્ટના નિર્ણયનું પાલન કરશે : ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

ICSE, CBSE અને ઇન્‍ટરનેશનલ બોર્ડને પણ આ અધિનિયમ લાગુ પડશે

અમદાવાદ તા.૨૭ : હાઇકોર્ટનો અત્‍યાર સુધીનો ફી નિયમન મામલે સૌથી મોટો ચુકાદો આવી ગયો છે. છેલ્લા નવ મહિનાથી વાલીઓ જે ચુકાદાની રાહ જોઇ રહ્યાં હતાં તે નિર્ણય આવી ગયો છે. ખાનગી શાળાઓ હવે બેફામ ફી વસુલી નહીં શકે. આ સાથે જ શાળાઓને મોટો ફટકો પડ્‍યો છે. કારણે હાઇકોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્‍યો છે.

ફી અધિનિયમ સમીતી બંધારણીય. રાજય સરકારને કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી છે. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું કે, સરકારનું નોટિફિકેશન યોગ્‍ય છે. કોર્ટે નફાખોરી કરતી શાળાની અરજી ફગાવી દીધી છે. ર્ંઆ સાથે વર્ષ ૨૦૧૮દ્મક આ નવી ફી અધિનિયમ લાગુ થશે. આ સાથે જ જે સ્‍કૂલ વાળાએ એડવાન્‍સમાં ફી ઉદ્યરાવી હતી તેમને વાલીઓને આ નાણાં પરત કરવા પડશેર્.ં

ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું?

સરકાર હાઇકોર્ટના નિર્ણયનું પાલન કરશે. તો આ સાથે જ હવે સંચાલકો દાદાગીરી નહીં ચલાવી શકે. હાઇકોર્ટનો આ ચૂકાદો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબ છે. શિક્ષણ જગત માટે આ ઐતિહાસિક ચૂકાદો છે.

રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે ખાનગી શાળાઓ માટે ફી નક્કી કરવા માટે ગુજરાત સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કુલ રેગ્‍યુલેશન ફી બિલ -૨૦૧૭ને વિધાનસભા ગૃહમાં પાસ કરીને તેને કાયદાનુ સ્‍વરૂપ આપ્‍યુ છે..આ બિલ છે, તે તમામ ખાનગી શાળાઓ જેવી કે, રાજયના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ખાનગી શાળાઓ, આઈસીએસઈ, સીબીએસઈ, ઈન્‍ટરનેશનલ બોર્ડની શાળાઓને લાગુ પડે છે..આ બિલ રજૂ કરતી વખતે તત્‍કાલિન શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે શિક્ષણએ સેવા છે વ્‍યવસાય નહી,જેમને નફો કરવો હોય તેમણે ફેક્‍ટરી કે અન્‍ય વ્‍યવસાય શરુ કરવા જોઈએ.

દંડની પણ છે જોગવાઇ

આ કાયદા મુજબ, જો કોઈ શાળા આ કાયદાનો ભંગ કરશે તો તેમની સામે શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે..જેમ કે, જો કોઈ શાળા પ્રથમ વાર આ કાયદાનો ભંગ કરશે તો તેમને રૂ. ૫ લાખનો દંડ, બીજી વાર કાયદાનો ભંગ કરે રૂ. ૫ લાખથી લઈને રૂ. ૧૦ લાખનો દંડ,ત્રીજી વાર શાળાઓ કાયદાનો ભંગ કરે તો શાળાની માન્‍યતા રદ્દ કરવામાં આવશે.. અથવા તો તેમને મળેલનો ઓબ્‍જેક્‍શન સર્ટીફિકેટ રદ કરવામાં આવશે. ઉપરાંત શાળાઓમાં ચાલતા પ્‍લેગૃપ, પ્રિ-પ્રાયમરી સ્‍કુલ, જુનિયર કે સિનિયર કેજીમાં પણ આ કાયદો લાગુ પડશે.

રાજયમાં કેટલી છે ખાનગી શાળાઓ

રાજયમાં ૯૩૮૪ ખાનગી શાળાઓ, ૩૮૩૧ માધ્‍યમિક શાળાઓ અને ૩૦૩૨ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓ ખાનગી છે. ફી નક્કી કરવા માટે આ બિલ હેઠળ ફી રેગ્‍યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી, રાજયમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર વિભાગમાં રહેશે. આ કમિટીની આગેવાની નિવૃત્ત જિલ્લા જજ અથવા તો પ્રિન્‍સિપાલ સેક્રેટરી કક્ષાના નિવૃત્ત આઈએએસ અધિકારી અથવા તો એડિશનલ ડીજીપી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી કરશે.

(4:22 pm IST)