Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સુરતનું પરિણામ શંકાસ્પદઃ 'ઇવીએમ હટાવો, બેલેટ પેપર લાવો' ઝૂંબેશ

મત મશીન મતક્ષેત્રમાં ભેદભાવમાં પણ નિમિતઃ લલિત કગથરા

રાજકોટ તા. રર :.. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી લલિત કગથરાએ જણાવેલ કે મત મશીનની વિશ્વસનીયતા સામે લોકોમાં પ્રશ્નો સર્જાયા છે. રાજકોટ અને સુરતનું ધારાસભાનું પરિણામ શંકાસ્પદ છે. જયાં ભાજપ સામે ભયંકર લોકરોષ સપાટી પર હતો ત્યાં ભાજપના  ઉમેદવારોને તોતીંગ લીડ કઇ રીતે હોય શકે ? ઘણી બેઠકોનું પરિણામ મગજમાં બેસતુ નથી. ઇવીએમના છબરડા અવારનવાર સામે આવે છે. દેશમાં હવે ઇવીએમથી નહિ પણ બેલેટ પેપરથી મતદાન પધ્ધતી જરૂરી છે. અને  ઇવીએમ હટાવો, બેલેટ પેપર લાવો ઝૂંબેશથી લોકજાગૃતિ માટે પ્રયાસ કરશું.

(11:45 am IST)