Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પરિણિતા દ્વારા ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો

સસરા-દિયર બિભત્સ માગ કરતા હોવાનો આક્ષેપ : મહિલા સારવાર માટે હોસ્પિટલમાં, સ્યુસાઈડ નોટમાં પતિ પણ ગોરખધંધા કરતો હોવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ, તા. ૨૭ : અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો. તેમજ સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે તો પતિ પર ગોરખ ધંધા કરવાના આક્ષેપ કર્યા છે. મામેલ સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદના સોલા વિસ્તારમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરિણીતાએ ફિનાઇલ પીને તેના પતિ વિરુદ્ધ સ્પાના નામે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે તેના સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મહિલાએ ડીજીપીને ઉલ્લેખીને સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. પતિ અને સાસરિયા કોલસેન્ટર અને સ્પાના નામે ગોરખધંધા કરતા હોવાનું પણ જણાવ્યું છે.

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં રાજ્ય પોલીસ વડા પાસે ન્યાયની માંગ કરી છે. હાલ પરિણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:17 pm IST)
  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST