Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

દાહોદના ધાનપુર તાલુકામાં માનવભક્ષી દિપડાને ઝડપી લેવા વન તંત્ર દ્વારા દોડધામઃ ૬ પાંજરા મુકાયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં નરભક્ષી દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ દીપડો 11 વર્ષની બે કિશોરીઓને મોતનો શિકાર બનાવી ચૂક્યો છે અને અન્ય ચાર લોકોને ઘાયલ કરી ચૂક્યો છે. ગત સોમવારે જ તેણે એક મહિલા પર હુમલો કર્યો હતો, જેનું મોત નીપજ્યું હતું.

દીપડાના વધતા આતંકથી વન વિભાગ હરકતમાં આવ્યું છે અને પોલીસની મદદ લઈને દીપડાને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું છે. 150 સુરક્ષાકર્મીઓની ટીમ દીપડાને પકડવા ઉતરી પડી છે. દીપડાને પકડવા 6 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.

આ દીપડાને ગોળી મારવા માટે વન વિભાગે સરકારની મંજૂરી માગી છે. આ દીપડાના આતંકથી આસપાસના ગામડાંના લોકો ત્રાસી ગયા છે માટે જ માનવ વસ્તી પર હુમલાની ઘટના બાદ વન વિભાગે આ મંજૂરી માગી છે.

(5:13 pm IST)