Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ઓપ્પોએ પાવરફુલ બેટરી સાથેનો સ્ટાઇલીશ ફોન ઓપ્પો A7 લોન્ચ કર્યો

અમદાવાદ તા.૨૭: ઓપ્પોએ તેની પ્રોડકટ રેન્માં આગવી વિશેષતા ધરાવતો આકર્ષક ઓપ્પો A7 ફોન ઉમેર્યો છે. જે તેના સેગમેન્ટમાં ફીચર અને પ્રાઇસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ફોન છે. ઓપ્પો A7 ૬.૨ ઇંચ વોટર ડ્રોપ કુલ એચ.ડી. પ્લસ સ્ક્રીન ધરાવે  છે. જે ગ્રાહકને  અમેઝિંગ વિઝયુઅલ અને ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. કોમ્પ્યુટિશનની નોચ સ્ક્રીનની સરખામણીમાં વોટર ડ્રોપ સ્ક્રીન ડિઝાઇન પ્રીમિયમ દેખાવની સાથે મોટી સ્ક્રીન પ્રદાન કરે છે. ઓપ્પો A7 એ એક માત્ર ફોન છે. જે ૪૨૩૦ એમએએચની બેટરી સાથે કોપિટિશન બ્રાન્ડમાં સૌથી વધુ બેટરી ધરાવે છે. ઓપ્પે A7 માં ૧૩ અને ર મેગા પિકસલ ડયુઅલ રિઅર અને ૧૬ મેગા પિકસએલ સેલ્ફી કેમેરા ધરાવે છે. જે એ.આઇ. ર ટેકનોલોજીથી સજ્જ છે. ઓપ્પો A7માં ૩ડી આર્સિસ્ટન્ટ ટેકસચર ડિઝાઇન છે જે વધુ ફેશનેબલ અને હાઇ-એન્ડ લાગે છે. વધુમાં ૩ડી બોડીને કારણે વધુ સારી રીતે હાથમાંં પકડ આપે છે. સીકયુરીટીની દ્રષ્ટિએ ઓપ્પો A7 સંપૂર્ણ સજ્જ છે. તેમાં ફિંગર પ્રિન્ટ, સ્કેનર તેમજ ફેસ અનલોક જેવા અદ્યતન ફીચર્સ છે. ઓપ્પો A7 માં પાવરફુલ બેટરી, કયુઆલ્કોમ પ્રોસેસર અને એન્ડ્રોઇડ ૮.૧ છે જે બ્રિલિયન્ટ પર્ફોમન્સ પ્રદાન કરે છે. ઓપ્પો A7 માં ૪ જીબી રેમ અને ૬૪ જીબી મેમરી છે. કયુઆલ્કોમ ફાસ્ટ અને લાઇવ ગેમ્સ જેમ કે પબજી અને એસ્ફાલ્ટ ૮ રમવા માટે રોમાંચિત અનુભવ કરાવે છે. ફોનની કિંમત રૂ. ૧૬,૯૯૦/- છે.

(3:53 pm IST)