Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

કૌભાંડી વિનય શાહ નેપાળના રેવન્યૂ વિભાગની કસ્ટડીમાં :ગુજરાત લાવવામાં વિલંબની શક્યતા

વિદેશી કરન્સી મામલે નેપાળ આવ્યું હરકતમાં :રેવન્યુ વિભાગે લીધી કસ્ટડી

અમદાવાદ: રાજ્યભરમાં ચકચારી બનેલા રૂપિયા ર૬૦ કરોડના કૌભાંડનો માસ્ટર માઇન્ડ વિનય શાહ તેની મહિલા મિત્ર સાથે લાખો રૂપિયાની વિદેશી ચલણી નોટ સાથે નેપાળથી પકડાયો છે. વિનય શાહની નેપાળની પોખરા પોલીસે ધરપકડ કરી હતી અને તેની પાસે નેપાળની ચલણી નોટ તેમજ વિદેશી ચલણી નોટ હોવાથી નેપાળના રેવન્યૂ ‌િડપાર્ટમેન્ટે તેની કસ્ટડી લીધી છે.

   લાખો રૂપિયા સાથે ઝડપાયેલા વિનય શાહની નેપાળની રેવન્યૂ ‌ડપાર્ટમેન્ટ પૂછપરછ કરશે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કર્યવાહી કરશે. વિનયની કસ્ટડી નેપાળ પોલીસ અને રેવન્યૂ ‌િડપાર્ટમેન્ટ પાસે રહેતા રાજ્યની સીઆઇડીને તેની ધરપકડ કરવા માટે વિલંબ થશે.

  નેપાળના અલગ કાયદા કાનૂન હોવાના કારણે વિદેશ મંત્રાલયની ભલામણ બાદ રાજ્યની સીઆઇડીને વિનયની કસ્ટડી મળે તેવી શક્યતા છે.

  સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળમાં વિનયનાે કેસ પૂરો ના થાય ત્યાં સુધી તેની સીઆઇડી તેની ધરપકડ કરી શકે નહીં.

(12:53 pm IST)