Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

વાપીના બલીઠા નજીક બુટલેગરે પોલીસ પર કર્યું ફાયરિંગ જવાબમાં પોલીસે પણ કર્યું ફાયરિંગ :વાતાવરણમાં તણાવ

વોન્ટેડ આરોપી રાજુ મરાઠી સહીત બે ને ઇજા :તમંચા અને ચાર હથિયારો કબ્જે

વાપીના બલીઠા ખાતે પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વોન્ટેડ આરોપી રાજુ મરાઠીએ ભડકમોરા ખાતે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે ફાયરિંગ કરતાં રાજુ સહિત અન્ય આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે આરોપી પાસેથી પોલીસે બે તમંચા અને ચાર જેટલાં હથિયારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 આ અંગે જાણવા મળતી વિગત મુજબ વાપીના બલીઠા ખાતે થોડા મહિના પહેલાનો વોન્ટેડ આરોપી રાજુ મરાઠી આવ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ કાફલાએ ભડકમોરા ખાતે રાજુ મરાઠીને પકડવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાજુએ ફાયરિંગ કર્યું હતું. રાજુ મરાઠીએ ફરીવાર પોલીસ પર ફાયરિંગ કરી નાસી જવાની કોશીશ કરી હતી. જો કે, પોલીસે સામે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સામ સામે થયેલા ફાયરિંગમાં રાજુ મરાઠી ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ અને રાજુ મરાઠી વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. ફાયરિંગના પગલે બલીઠા ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઈજા પામેલા બન્ને આરોપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જે બન્ને પાસેથી પોલીસને બે તમંચા મળી કુલ ચાર જેટલાં હથિયારો મળી આવ્યાં હતા.

(8:44 pm IST)