Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

વી-૭ના લોંચ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કર્યો

ડિસપ્લે સહિત અનેક આકર્ષક ફિચર્સ

અમદાવાદ, તા.૨૭, વૈશ્વિક સ્તરની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ અમદાવાદમાં એક આયોજિત કાર્યક્રમમાં આજે વી-૭ મોબાઇલ લોન્ચ કર્યાે હતો. વી-૭ સ્માર્ટફોન લોન્ચ સાથે જ વીવોએ ગુજરાતમાં તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કર્યો છે. વી-૭ મોબાઇલ ફોનમાં એચડી ફુલ વ્યુ ડિસપ્લે, કેમેરા, મ્યુઝિક સાથે ક્રાંતિકારી ૨૪ મેગાપિક્સેલ સેલ્ફી અને ૧૬ મેગાપિક્સેલ રિયર કેમેરા સહિતા અનેક આકર્ષક ફિચર્સ ઉપલબ્ધ છે. રિટેઇલ આઉટલેટ્સ પર વીવો વી-૭નું વેચાણ શરૃ થઇ ચૂકયું છે એમ અત્રે વીવો ઇન્ડિયાના ચીફ માર્કેટીંગ ઓપરેશન કેની ઝેંગ અને અંકિત જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વી-૭ સ્માર્ટ ફોન અન્ય મોબાઇલ ફોન કરતાં અલગ અને કંઇક વધુ ફિચર્સ અને આકર્ષણો ધરાવતો મોબાઇલ છે. જેમ કે, ફુલ વ્યુ ડિસપ્લે, કમ્ફર્ટેબલ ગ્રીપ, એકસાથે એકથી વધુ એપ તમે યુઝ કરી શકો, ફોન લોકીંગ સીસ્ટમ માટે હવે પાસવર્ડ કે, સ્ક્રીન લોકના અન્ય ઉપાયો જૂના પુરાણા બન્યા છે ત્યારે વીવો વી-૭માં ફેસ એક્સેસ એટલે કે, ચહેરાનું સ્ક્રીનીંગ થઇ લોક સીસ્ટમની નવી જ સુવિધા આપવામાં આવી છે. આ સિવાય ચાર જીબી રેમ, ૩૨ જીબી રોમ, ૩૦૦૦ એમએએચ બેટરી, મુનલાઇટ ગ્લો અને વિશેષ સેલ્ફી સહિતના પણ અન્ય ઘણા ફિચર્સ છે, જેના કારણે આ હેન્ડસેટ તમે સરળતાપૂર્વક અને બહુ ઉપયોગી રીતે યુઝ કરી શકો છો. વીવો ઇન્ડિયાના ચીફ માર્કેટીંગ ઓપરેશન કેની ઝેંગ અને અંકિત જણાવ્યું હતું કે, વીવો માટે ગુજરાત મહત્વપૂર્ણ માર્કેટ છે અને અમારા સ્માર્ટફોનને ગુજરાતમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે.

 

(10:14 pm IST)