Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાનો ૩૮ મો પાટોત્સવ ઊજવાયો....

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા - સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી ૩૮ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ઉતરોત્તર હરિભક્તોની સખ્યા વધતાં ૧૯ વર્ષ પહેલાં વિશાળ જમીન લઇ નૂતન મંદિરમાં ભગવાનને બિરાજમાન કર્યા હતા. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સપ્ત દિનાત્મક પાવનકારી અધ્યાત્મ વિચરણ દરમ્યાન અનેક ગામડાઓમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત પધરામણીઓ, વ્યસન મુક્તિ સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં દર્શનદાન અર્પતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૩૮ મા પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. આ અણમોલા અવસરને માણવા હજજારોની સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉમટ્યા હતા.

(1:02 pm IST)