Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજપીપળા ખાતે VHP ના સંગઠન મંત્રી,પદાધિકારીઓએ અલગ અલગ જગ્યાએ શુભેચ્છા મુલાકાત લીધી,

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વ હિન્દુ પરિષદના વિભાગના સંગઠન મંત્રી જીતુભાઈ ગોસ્વામીના પુત્ર નિરવ ભાઈ ગોસ્વામીનું બેસણું રાખ્યુ હતું તેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત પ્રાંત મંત્રી અજય ભાઈ વ્યાસ પદાધિકારીઓ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ  કરી સાથોસાથ વીએચપી તથા બજરંગ જિલ્લા ટીમ ને કાર્ય કરતાંનું ઘડતર કેમ થાય એના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે શુભેચ્છા મુલાકાત લઈ અલ્કેશસિંહ જે ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મુલાકાત લઈ દાતાઓના ખબર અંતર પૂછ્યા હતા સ્વ.અલકેશહસિહ ગોહિલના સુપુત્ર અને નગર પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તેમજ રાજદીપ સિંહ ગોહિલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

(12:00 pm IST)