Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

નવાપરા ગામની સીમ માંથી 6,300 ના કપાસની ચોરી કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા નવાપરા ગામની સીમના ખેતરમાંથી કપાસની ચોરી કરનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજેન્દ્રસિંહ ભીમસિંહ ગોહિલ (રહે.નવાપરા,તા.નાંદોદ )ની ફરીયાદ મુજબ તારીખ ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે તેમના ખેતરમાં સંજય ઇશ્વરભાઇ વસાવા અને શકુન્તલા બેન ઇશ્વરભાઇ વસાવા (રહે. અમરપરા, તા.નાંદોદ) એ ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરના શેઢે ત્રણ પોટલામાં બાંધીને મુકેલા કપાસનું વજન આશરે ૯૦ કિ.ગ્રા.કિ.રૂ.૬,૩૦૦ જેટલાનો કપાસ ચોરી કરીને તેમના સ્વરાજ ટ્રેકટરની કલ્ટીની ઉપર મુકીને લઈને જતા આમલેથા પપ્લીસે સંદીપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:27 pm IST)