Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરાના એલેમ્બિક રોડ વિસ્તારમાં યુવકે સગીર કન્યાના ઘરે જઈ અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા:એલેમ્બિક રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે સગીર કન્યાના ઘેર જઇ વારંવાર દુષ્કર્મ આચરતાં કુંવારી માતા બનેલી પીડિતા દયનિય પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યું હતું કે, એલેમ્બિક રોડ વિસ્તારમાં  એફ.સી.આઇ. ગોડાઉન પાસે રહેતો અને ગોરવા બી.આઇ.ડી.સી.માં નોકરી કરો હરિચંદ્ર સોપાનભાઇ પાર્ટે  અમારી ગેરહાજરીમાં અમારે ઘેર આવતો હતો અને સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો.

દરમિયાનમાં પીડિતા ગર્ભવતી  બની હતી અને તેણે સમગ્ર બનાવ અંગે વિગતો જણાવી હતી.પીડિતાએ હાલમાં તેણે એક સંતાનને જન્મ આપ્યો છે. ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

પી.આઇ.એસ.જી.સોલંકીએ બળાત્કારના આરોપી હરિચંદ્ર પાર્ટેની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આજે સાંજે ધરપકડ કરવામાં આવી હતી.

(6:10 pm IST)