Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પાલનપુર પરેડમાં જતી ભાભર પોલીસ વાનને ડીસા નજીક આખલો આડો ઊતરતા અકસ્માત

ગાડીને નુકશાન ; ડ્રાઈવરને સામાન્ય ઈજા: પોલીસ કર્મીઓનો આબાદ બચાવ

ભાભર પોલીસ મથકની પોલીસ વાનને ડીસા નજીક આખલો આડો ઊતરતા અકસ્માત નડ્યો હતો. જેમાં વાનને નુકશાન થવા પામ્યું છે. જ્યારે પોલીસ વાનમાં પી.એસ.આઈ. સહિત ચાર કર્મીઓનો બચાવ થવા પામ્યો છ

  આ અંગે મળતી વિગત મુજબ ભાભર પી.એસ.આઈ એસ.એચ. માણે બે પોલીસ કર્મીઓ અને ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓ ભાભર પોલીસ વાન લઈને પાલનપુર જવા નીકળ્યા હતા. ત્યારે ડીસા નજીક આખોલ ચાર રસ્તા પાસે હાઈવે રોડ ઉપર જઈ રહેલ વાનને આખલો અચાનક આડો ઊતર્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાતા ગાડીને નુકશાન થવા પામ્યુ હતું. જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજા થવા પામી હતી. અકસ્માતમાં પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

(12:01 am IST)