Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે બંધ મકાનમાં જુગાર રમતા આઠ પકડાયા :

અંકલેશ્વર શહેર પોલીસે નિલેશ ચોકડી પાસેથી બંધ મકાનમાં જુગાર રમતા 8 જુગરીઆને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂપિયા 42, 500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ અંગેની વિગત મુજબ અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે બંધ રૂમમાં જુગાર રમાય રહ્યો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા 8 જુગરિઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંગઝડતીના 2 હજાર 600 રૂપિયા,દાવ પર લાગેલા 2530 રૂપિયા મળી કુલ રૂપિયા 15 હજાર 530 રૂ. તેમજ 8 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 27 હજાર મળી કુલ રૂપિયા 42 હજાર 530 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં મુનેશસિંગ રાજપુત, ગુરુસિંગ રાજપૂત, ભાવસિંગ રાજપૂત, ઓમપ્રકાસ ગુપ્તા, ચંદનસિંગ રાજપૂત, શિવશંકર યાદવ, સુરજીતસિંગ રાજપૂત અને નિલેશસિંગ રાજપૂતનો સમાવેશ થાય છે.

(10:47 pm IST)